New Update
/connect-gujarat/media/post_banners/6ad02f3e92fe1e2977f43ef2b15c16c19d618477e9adc0b9711cfa9dac1b3465.jpg)
દાહોદ એલસીબી પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોહીબિશનના 15 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે. મધ્યપ્રદેશ સહિત ગુજરાતના ગાંધીનગર આણંદ, પંચમહાલ, સુરત જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરી, તેમજ પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ સાત જેટલા આરોપીઓ જે લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી ફરાર થવામાં સફળ થયા હતા તે ઇનામી વોન્ટેડ આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી જેલ ભેગા કરવામાં સફળતા સાપડી છે