Connect Gujarat
ગુજરાત

દાહોદ: અલગ અલગ રાજ્યોમાંથી બાળકોનું અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગના સાગરીતોની પોલીસે કરી ધરપકડ

આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે

X

દાહોદ પોલીસે આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે

દાહોદ પોલીસને મોટી સફળતા મળી છે.જેમાં બાળકોને ઉઠાવી જનાર દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે।પકડાયેલા દંપતીએ નોર્થ ઇસ્ટમાંથી એક બાળકી એક દિલ્હીમાંથી તેમજ એક રાજસ્થાનના ભીલવાડામાંથી એમ મળી કુલ 3 બાળકો મળી આવતા દાહોદ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલી પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે જેમાં રાજસ્થાનના શિખર જિલ્લાના રીંગસ નો નરેન્દ્ર સીંગ માનસિંગ રાવત તેમજ ગીતા ઉર્ફે નસીમા હજીમાં રહેમાન કે જેઓ પતી પત્ની તરીકે રહી હ્યુમન ટ્રાફિકિંગમાં એટલે કે નાના બાળકોની ઉઠાંતરી કરી તેઓની પાસે ભીખ મંગાવવાની વૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે પકડાયેલા દંપતીએ નોર્થ ઇસ્ટ માંથી એક બાળકીની ઉઠાંતરી કરી હતી તો બીજા બાળકની અઢી વર્ષ પૂર્વે દિલ્હી ખાતેથી ઉઠાંતરી કરી હતી ત્યારે ત્રીજી બાળકીની ગત તારીખ 27 જુલાઈના રોજ ભીલવાડા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર બાળકીના માતા પિતાને ચીક્કાર દારૂ પીવડાવી બાળકીની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. દંપત્તિ દાહોદ આવ્યું હતું અને અમદાવાદ ખાતે જવા રવાના થાય તે પહેલાજ રાજસ્થાનની ભીલવાડા પોલીસ દ્રારા જારી કરાયેલા સીસીટીવી ફૂટેજના આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે

Next Story