Connect Gujarat
ગુજરાત

દાહોદ: કાળીડેમ ખાતે ચાલતા જુગારધામ પર ગ્રામ્ય પોલીસના દરોડા: 25 જુગારીયાઓને 1.22 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડયા

રાજસ્થાનના બાસવાડા જિલ્લાના 25 જેટલા જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી પોલીસે 1.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો

દાહોદ: કાળીડેમ ખાતે ચાલતા જુગારધામ પર ગ્રામ્ય પોલીસના દરોડા: 25 જુગારીયાઓને 1.22 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડયા
X

દાહોદ તાલુકાના ચોસાલા કાળીડેમ કેદારેશ્વર મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર દાહોદ ગ્રામ્ય પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના 25 જેટલા જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી એક લાખ ઉપરાંતના 10 મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા 22,000 હજાર ઉપરાંતની રોકડ રકમ મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દાહોદ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ઠેર ઠેર શ્રાવણીયા જુગારની હાટડીઓ ધમધમે છે ત્યારે જુગારની બદીને કડક રીતે ડામી દેવા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં જુગાર ધામ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવા સમયે એક તરફ દાહોદ તાલુકાના ચોસાળા ખાતે આવેલા કાલીડેમ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે મેળો ભરાતો હોય ગ્રામ્ય પોલીસ મેળાના બંદોબસ્તમાં હતી તે સમયે મંદિર નજીક ખુલી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી દાહોદ ગ્રામ્ય પોલીસને મળી હતી દાહોદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે જુગાર ધામ ઉપર દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સ્થળ પરથી 25 જેટલાં જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી 10 મોબાઇલ ફોન અને 22670 રૂપિયા રોકડા મળી કુલ 1,22,670 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો..

પકડાયેલા જુગારીયાઓના નામ :-

(૧) અરવિંદભાઈ છગનભાઈ ડામોર (રહે,સલોપાટ,ગાંગડનલાઈ જી.બાંસવાડા),

(ર) વિકેશભાઈ રમેશભાઇ ગરાસીયા (રહે.સલોપાટ ગરાસીયા ફળીયું તા.ગાગડતલાઈ જી.બાસવાડા)

(૩) મોહીતભાઈ રસીકભાઇ પ્રજાપતિ (રહે.સલોપાટ વોર્ડ નં-૫ પોલીસ સ્ટેશન સામે તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૪) કલ્પેશભાઈ ગંગાભાઈ ગરાસીયા (રહે.મોનાડુંગર તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૫) પ્રવિણભાઈ સોહનભાઈ પરમાર (રહે.સલોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૬) શૈલેષભાઈ શાંતિલાલ ગરાસીયા (રહે.સલોપાટ વોર્ડ નં-૪ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૭) અર્જુનભાઈ દિનેશભાઈ બારીય, (રહે.સલોપાટ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૮) મુકેશભાઈ કાળીયાભાઈ ડામોર, (રહે.સલોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૯) વિજયભાઈ ગૌતમભાઇ નિનામા,( રહે.સલોપાટ વોર્ડ નં-૪ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા),

(૧૦) જીતેન્દ્રભાઇ સુરેશભાઈ ડામોર, ( રહે.સલોપાટ પી.એચ.સી.ની સામે તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૧૧) રાહુલભાઈ બાબુલાલ પ્રજાપતિ (રહે.સલોપાટ વોર્ડ ન ૪ તા.ગાંગડતલાઈ જી,બાંસવાડા)

(૧૨) ધવલભાઈ જબ્બાલાલ કલાલ (રહે.સલોપાટ વોર્ડ નં-૬ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા

(૧૩) મથુરકુમાર દિનેશચંદ્ર નાઈ( રહે.સલોપાટ વોર્ડ નં-૬ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૧૪) દિનેશભાઈ કવસિંગભાઈ ડામોર (રહે.સલોપાટ વોર્ડ નં-૪ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૧૫) સુનિલભાઈ લાલાભાઈ ડામોર (રહે.સલોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી,બાંસવાડા)

(૧૬) જીતેન્દ્રભાઈ બાબુલાલ પ્રજાપતિ (રહે.સલોપાટ વોર્ડ ને ૪ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૧૭) શૈલેષભાઇ દામોદરભાઈ પ્રજાપતિ (રહે ફતેપુરા હનુમાન ટેકરી તા.ઝાલોદ જી.બાંસવાડા)

(૧૮) રાકેશભાઈ દલસિંગભાઈ ગરાસીયા ( રહે,સલોપાટ ગરાસીયા ફળીયું તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા

(૧૯) વિરેશભાઈ ભાથુભાઈ મુનીયા (રહે.સલોપાટ વોર્ડ નં-૫ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૦) વિનોદકુમાર છગનલાલ ડામોર

( રહે.સોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૧) પરેશભાઈ રાયચંદભાઈ પ્રજાપતિ ( રહે.સલોપાટ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૨) અર્પિતભાઈ મહેશભાઈ ગરાસીયા (રહે.તરકીયા તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૩) જયકિનભાઈ સુરેશભાઈ ડામોર (રહે.સલોપાટ પી.એચ.સી.ની સામે તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૪)અંકીતભાઈ દિપચંદ ડામોર (રહે.સલોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

(૨૫) મેહુલભાઈ માંગીલાલ ડામોર (રહે.સલોપાટ વોર્ડ નં-૭ તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા)

Next Story