Connect Gujarat
ગુજરાત

દાહોદ: મેઘદૂત સોસાયટીમાં લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો,જુઓ સીસીટીવી

લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

X

દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીમાં લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દાહોદમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગતરોજ મધરાત્રે સાત જેટલા તસ્કરો દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રાટક્યા હતા.

જેમાં ચાર જેટલા તસ્કરોએ એક મકાનની બારીના બહારથી સળીયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજાર આપે તે પહેલા મકાનમાં સૂઈ રહેલા સંકેત શાહ નામક વ્યક્તિ જાગી જતા તસ્કરોએ સંકેત શાહના માથામાં હથોડા વડે હુમલો કરતા બુમાબૂમ થઈ હતી.

આ દરમિયાન ચારે તસ્કરો સંકેત શાહના બેડરૂમમાંથી લેપટોપ બે મોબાઈલ ફોન, રોકડ સિલક, તેમજ સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંકેત શાહને તાબડતોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે.જોકે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને કરાતા ઇન્ચાર્જ એએસપી વિશાખા જૈન તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Next Story