Connect Gujarat
ગુજરાત

દાહોદ : સીમલાઘસી ગામે કૂવામાં પડેલા દીપડાનું વન વિભાગે કર્યું રેસક્યું, જુઓ વિડિયો...

દાહોદ જિલ્લાનાના દેવગઢ બારીયા તાલુકાના સિમલાઘસી ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો

X

દાહોદ જિલ્લાનાના દેવગઢ બારીયા તાલુકાના સિમલાઘસી ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો, ત્યારે વન વિભાગે રેસક્યું કરી સહી સલામત રીતે દીપડાને બહાર કાઢ્યો હતો.

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના સીમલાઘસી ગામમાં રહેતા ગોવિંદ ડાયરાના ઘર આગળમાં આવેલ કૂવામાં રાત્રીના સમયે શિકારની શોધમાં આવેલ દીપડો પડ્યો હોવાની જાણ ઘરના લોકોને થતાં ગ્રામજનોને ભેગા કર્યા હતા, ત્યારે દીપડો કૂવામાં ખાબકયો હોવાની જાણકારી સ્થાનિકોએ વન વિભાગને આપી હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારની સૂચના અનુસાર ACF મીનલ સાવંત અને સાગટાળા રેન્જના RFO પ્રવીણ પ્રજાપતિએ ઘટના સ્થળે પહોચી દીપડાને રેસક્યું કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે ભારે જહેમત બાદ દીપડાને રેસક્યું કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓબ્ઝર્વેશન માટે દીપડાને સાગટાળા નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Next Story