Connect Gujarat
ગુજરાત

દાહોદ : મનગમતી યુવતીને પામવા યુવાનો ખાય છે માર, જુઓ કેવો હોય છે ગોળ-ગધેડાનો મેળો..!

જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

X

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આ જિલ્લામાં હોળી ધુળેટીના તહેવારને લઈને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે. જિલ્લાના અલગ અલગ ગામોમાં ચુલનો મેળો, રાડનો મેળો, ગેરનો મેળો તેમજ ગોળ-ગધેડાનો મેળો પ્રાચીન સમયથી ચાલી આવે છે, ત્યારે ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચીનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતો જેસાવાડા ગામે ભરાતો ગોળ ગધેડાનો મેળો લોકોમાં ઘણો પ્રચલિત છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં સફળ રહ્યો છે. મેળાની વિશેષતાની વાત કરવામાં આવે તો, સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવતું હોય છે. આશરે 25થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવાય છે. થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી રહે છે. તેઓની પહેરેદારી વચ્ચે નજર ચુકવી યુવાનો થડ ઉપર ચઢવાનો પ્રયત્ન કરતાં હોય છે. જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે, તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો. પરંતુ હવે કલયુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલાવ આવ્યો છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલી જ રહી ગઈ છે. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ અને ઢોલ-નગારા સાથે મેળામાં જોવા મળ્યા હતા.

Next Story