/connect-gujarat/media/post_banners/c17e684d78014cb6ccb9c58fe3e9b722c037aa7f944271659d4e5d226dff3eeb.webp)
સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા “શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” અંતર્ગત પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય, અને જળ સંરક્ષણ સમિતિ તથા ઉત્તર ડાંગ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે, ફોરેસ્ટ કેમ્પ સાઈટ-મહાલ ખાતે તા. 08-02-2023થી તા. 09-02-2023 દરમિયાન 2 દિવસિય “સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજવામાં આવી હતી.
આ શિબિરમા કોલેજમા 25 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રકૃતિ શિક્ષણ શિબિરના પ્રથમ દિવસે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા ટ્રેનર ગણપતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, વિશેષ સમજ આપવામા આવી હતી. દરેક વિદ્યાર્થીનો પરિચય કરાવી તેઓને વિવિધ ટુકડીઓમાં વિભાજત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.