ડાંગ : સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ વેળા દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની ધરપકડ, અન્ય 2 શખ્સો ફરાર

સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ડાંગ : સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ વેળા દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની ધરપકડ, અન્ય 2 શખ્સો ફરાર

ડાંગ જિલ્લાની સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકસભા ચૂંટણીની મત ગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના સરહદીય વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન મહારાષ્ટ્રના નાસિકથી સાપુતારા તરફ આવતી કારને થોભાવી તપાસ કરતાં દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ સાથે જ પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 શખ્સો પોલીસને ચકમો આપી જંગલમાં ભાગી છૂટ્યા હતા. સાપુતારા પોલીસે 2 શખ્સોની પિસ્તોલ, કાર અને મોબાઈલ સહીતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 ફરાર શખ્સોને વહેલી તકે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

#Gujarat #Dang #2 persons arrested #country pistol #vehicle checking #Saputara #border #check post #absconding #CGNews
Latest Stories