ડાંગ : આંબાપાડા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો…

બી.આર.સી ભવન આહવા આઈ.ડી.યુનિટ દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ તા. 06/10/2022ના રોજ યોજવામા આવ્યો હતો.

New Update
ડાંગ : આંબાપાડા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો…

ડાંગ જિલ્લાની પ્રાથમીક શાળા આંબાપાડા ખાતે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

બી.આર.સી ભવન આહવા આઈ.ડી.યુનિટ દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ તા. 06/10/2022ના રોજ યોજવામા આવ્યો હતો. આ કેમ્પમાં વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોના મેડીકલ સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડ માટે શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા આઈ.ઈ.ડી કો. ઑડી. જીતેશભાઈ, સી.આર.સી કો. ઑડી. અનિલભાઈ તેમજ બ્લોક આઈ.ઈ.ડી. સ્ટાફ દ્વારા આહવા તાલુકાનું એક પણ દિવ્યાંગ બાળક લાભથી વંચિત ન રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories