/connect-gujarat/media/post_banners/c9e1029bc4af5b1f04551ea705003af040d70da4e77cbe2e09ede76f142af32d.webp)
ગુજરાત રાજ્યના દક્ષિણ છેડે આવેલ પ્રાકૃતિક ડાંગ જિલ્લો સોંદર્યથી સજ્જ અને કુદરતી સંપત્તિઓથી હર્યોભર્યો છે. પહાડો ઉપર ખીલખીલાટ કરતા ઝરણાં, અને મનમોહક દ્રશ્યો જળધોધ અહીંના કુદરતી સોંદર્યમા વધારો કરે છે. પરંતુ ચોમાસા દરમ્યાન અહીંના દ્રશ્યો જ કંઇક ઓર હોય છે.
ડાંગ જીલ્લામાં અપાર નૈશર્ગીક સોંદર્યનો લ્હાવો તમને ચોમાસા દરમ્યાન જોવા મળે. સરકાર દ્વારા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ અહીં સૌ કોઇ ખેડુત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. ડાંગ જિલ્લામા કુલ 57,843 હેક્ટર વિસ્તાર ખેતી લાયક જમીનનો છે. જેમા 55,193 હેક્ટર વિસ્તારમા વાવેતર કરવામાં આવે છે.
અહી મુખ્યત્વે ખેતી, પશુપાલન અને છુટક મજુરી કરી લોકો પોતાનુ જિવન નિર્વાહ કરે છે, ત્યારે મુખ્યત્વે વરસાદી પાણી ઉપર આધારીત ખેડુતો ચોમાસાની મોસમ શરૂ થતા જ ખેતીના કામમાં જોતરાઇ જાય છે. દ્રશ્યોમા પુર્વ પટ્ટી વિસ્તારમા લોકો ખેતીના કામમાં જોતરાયેલા નજરે ચડે છે.