ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ડાંગ દરબારની પરંપરા મુજબ રાજવીઓની ભવ્ય શોભાયાત્રા બાદ રંગ ઉપવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, રાજયપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે ડાંગના પાંચ રાજવીઓ તથા તેમના ભાઉબંધોનું અદકેરું સન્માન કરવા સાથે, તેમને પાનબીડા અર્પણ કરી ટોકન રૂપે પોલિટિકલ પેંશન એનાયત કરાયું હતું. આ રીતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ દરબારનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.આહવાના મુખ્ય માર્ગો ઉપર રાજવીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં શણગારેલી બગીઓમાં સવાર રાજવીઓએ પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.ડાંગ દરબારનો મેળો મહાલવા આવતા પ્રજાજનો માટે તા.૨ થી ૬ માર્ચ દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.