New Update
/connect-gujarat/media/post_banners/e7c963433f8ee0b44c3cbeb4632e76be22b313e98790b3d946efd928c3072b57.webp)
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત, અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩નું ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આહવા ખાતે આયોજન કરાયું હતું.
ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી અંકુર જોષીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૬ ભાઈઓ, અને ૭ બહેનો મળી કુલ ૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય અમરસિંહ ગાંગુર્ડા, ડાંગ જિલ્લા યોગ કોર્ડીનેટર કમલેશ પત્રેકર, યોગ કોચ સરીતા ભોયે,નેહા કાપડીયા, છગન ચૌર્યા, સુમન ગાયકવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories