Connect Gujarat
ગુજરાત

ડાંગ : તા. 3જી નવેમ્બરથી રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સિદ્ધિ માપન અંગે સર્વેક્ષણ હાથ ધરાશે…

ગુજરાતમાં સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે.

ડાંગ : તા. 3જી નવેમ્બરથી રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સિદ્ધિ માપન અંગે સર્વેક્ષણ હાથ ધરાશે…
X

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ ત્રીજી નવેમ્બર ૨૦૨૪ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં શૈક્ષણિક સિદ્ધિ માપન અંગેનો એક શૈક્ષણિક સર્વે એક સાથે, અને એક જ સમયે યોજાનાર છે. આ સર્વે દેશનો શિક્ષણ વિભાગનો સૌથી મોટો શૈક્ષણિક સર્વે હશે. જેમાં ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ આ સર્વે થનાર છે.

ગુજરાતમાં સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે. આ શૈક્ષણિક સિદ્ધિના આધારે ભવિષ્યની શિક્ષણની રણનીતિ નક્કી થશે. આ માટે ડાંગ જિલ્લાની ૫૪ જેટલી માધ્યમિક શાળાઓ, અને પ્રાથમિક વિભાગની ૮૯ જેટલી શાળાઓમાંથી ૪૨૯૦ જેટલા બાળકો ભાગ લેશે. સર્વે અંતર્ગત ધોરણ-૩માં ભાષા, ગણિત, અને પર્યાવરણ વિષય આધારિત ૬૦ મિનિટની એક કસોટી હશે, જ્યારે ધોરણ-૬ના બાળકો માટે ૭૫ મિનિટ, અને ધોરણ-૯ના બાળકો માટે ૯૦ મિનિટની ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, તથા સામાજિક વિજ્ઞાન વિષય આધારિત કસોટી હશે. તદુપરાંત શાળાનું ભૌતિક સંશાધન અને તેનું ઉપયોજન સંદર્ભે પ્રશ્નાવલી શાળાના આચાર્ય ભરશે. ભાષા અને ગણિત વિષય ભણાવવા શિક્ષકો વિષય આધારિત પ્રશ્નાવલી પણ ભરશે. આ સર્વેક્ષણ તટસ્થ અને સારી રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉત, જિલ્લા શિક્ષણાધિકારી વિજય દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ઠાકરેએ સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢ્યું છે. આ સર્વેક્ષણ માટે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે ડાયટના ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ અને એસ.એસ.માહલા કોલેજના તાલીમાર્થીઓ સેવા આપશે. સદર સર્વેક્ષણ અંગે આ તમામ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરને તાલીમબદ્ધ પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી માટે ડિસ્ટીકટ લેવલ કો-ઓર્ડીનેટર તરીકે પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ તથા જિલ્લા શિક્ષણાધિકારીને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નિયુક્ત કરાયા છે.

Next Story