Connect Gujarat
ગુજરાત

ડાંગ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા “ગ્રામ્ય જીવન દર્શન નિવાસી કેમ્પ” યોજાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વેકેશન દરમિયાન ગામડાને જીવો, ગામડાને માણો નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

ડાંગ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા “ગ્રામ્ય જીવન દર્શન નિવાસી કેમ્પ” યોજાયો
X

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વેકેશન દરમિયાન ગામડાને જીવો, ગામડાને માણો નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ અનુભૂતિ-૨૦૨૩ વિષયક એક કેમ્પ, ડાંગ જિલ્લાના વસુર્ણા ગામે તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે આયોજિત કરાયો હતો.

સતત પાંચ દિવસીય આ કેમ્પમાં પાટણ, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને જૂનાગઢ જિલ્લાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જેમણે તેજસ્વિની સંસ્કૃતિ ધમના સુશ્રી હેતલ દીદીના સાનિધ્યે જ્ઞાન વર્ધન, ચરિત્ર નિર્માણ માટે સત્સંગ અને યોગ શિબિરનો લાભ મેળવ્યો હતો. શિબિરાર્થીઓએ આ પાંચ દિવસમાં આહવા તાલુકાના વિવિધ ગામોની જાત મુલાકાત લઈ, ડાંગના ગામડાઓની પરંપરાઓ, સંસ્કૃતિ, અહીંની રહેણી-કરણીની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. આ શિબિરના આયોજનમા ડાંગ જિલ્લાના જિલ્લા સંયોજક કેતન ગામીત, ભાગ સંયોજક ડાનિલ દ્વારા આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

Next Story