Connect Gujarat
ગુજરાત

ડાંગ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે સાપુતારામા ગુજરાતની બસો થોભાવી દેવાય

ડાંગ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે સાપુતારામા ગુજરાતની બસો થોભાવી દેવાય
X

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવાનું શરુ કરાયું છે. જેના પગલે ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવાઈ છે. સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના ઉગ્ર આંદોલનના પગલે ગુજરાતથી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા ખાતે થંભાવી દેવામા આવી છે.

મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનના પગલે સોમવારે સાંજ સુધીના મહારાષ્ટ્ર રાજ્યમા ૪૮ કલાકમાં કુલ ૧૩ બસોને નુકસાન પહોંચાડાયું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા આંદોલનની સૌથી વધુ અસર જ્યાં છે તેવા ૩૦ ડેપો બિલકૂલ બંધ કરી દીધા હતા. જે પરિસ્થિતિને ધ્યાને લેતા ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવાઈ છે.મહારાષ્ટ્રના એસટીના સુત્રોએ જણાવ્યું હતું કે રવિવારની રાત સુધીમાં કુલ નવ બસોને નિશાન બનાવાઈ હતી. તે પછી સોમવારે સાંજ સુધીમાં વધુ ચાર બસોની તોડફોડ કરવામાં આવી હતી.મહારાષ્ટ્ર એસટી નિગમ દરરોજ ૧૫ હજાર બસો દોડાવે છે અને રોજના ૬૦ લાખ પ્રવાસીઓ તેમાં અવરજવર કરે છે. સાથે ગુજરાતી ની બસો પણ મહારાષ્ટ્રમા દોડાવાય છે. તહેવારો સમયે એસટી નિગમને મહત્તમ આવક થતી હોય છે. પરંતુ, આ વખતે મરાઠા અનામત આંદોલન વકરતાં તહેવારો ટાણે જ એસટી નિગમને ફટકો પડી શકે છે. આ ઉપરાંત તહેવારોમાં પોતાના વતન જવા ઈચ્છતા પ્રવાસીઓ પણ મુશ્કેલી અનુભવી શકે છે.

Next Story