ડાંગ : ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ-રિસર્ચ સેન્ટર દ્વારા 17 બાળકોના હૃદયની સોનોગ્રાફી કરાય...

શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત બાળકો માટેના હૃદયરોગના વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ડાંગ : ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ-રિસર્ચ સેન્ટર દ્વારા 17 બાળકોના હૃદયની સોનોગ્રાફી કરાય...

ડાંગા જિલ્લા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત બાળકો માટેના હૃદયરોગના વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૮ જેટલી ટીમ દ્વારા શોધાયેલા હૃદય સંબધિત બીમારી ધરાવતા ૧૭ બાળકોની હૃદય સંબંધિત સોનોગ્રાફી 2D echo અને ડાયાબિટીસનું ૧ એમ કુલ ૧૮ બાળકોની સુશ્રુષા હાથ ધરાઈ હતી. આ બાળકો માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વાહન વ્યવસ્થા કરી, ડૉ. દિવ્યેશ ગાયકવાડ અને ડૉ. ઈર્શાદ વાની સાથે આ બાળકોને શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરી તેઓના રોગોનું નિદાન કરવામાં આવ્યુ હતું. જેમાં ૭ જેટલા બાળકોને સર્જરીની જરૂર હોઈ, તેઓને વધુ સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બાળકોને દવાઓ આપી RBSK ટીમના ફોલો અપ હેઠળ રાખવામાં આવ્યા છે.

Latest Stories