Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરાયા...

ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરવામાં આવ્યા

ડાંગ : ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરાયા...
X

ગરીબોના બેલી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણ સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા, ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતના હસ્તે ડાંગ જિલ્લાના કુલ 12 હજારથી વધુ લાભાર્થીઓને 26 કરોડના લાભ આપવામા આવ્યા હતા. ગરીબ કલ્યાણ મેળાની અગત્યતા અને ઉપયોગિતાનો ખ્યાલ આપતા કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે જણાવ્યુ હતુ કે, વર્ષ 2009માં વડા પ્રધાનએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. ગરીબ લોકોને આર્થિક રીતના પગભર કરવા માટે મેળામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.

આજે આ મેળાઓના કારણે ગરીબ, વાંચિત લોકો સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આજે જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણકારી યોજનાઓમાં સુધારો થઈ રહ્યો છે. અગાઉના ગરીબ કલ્યાણ મેળાઓમા જિલ્લાના કુલ 36,846 લાભાર્થીઓને અંદાજિત રૂ.227 કરોડ 63 લાખના લાભો એનાયત થઈ ચૂક્યા છે, તેમ જણાવતા પ્રમુખએ 2022-23ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ 12,233 લાભાર્થીઓને રૂ.26 કરોડ 43 લાખની રકમના લાભો આપવામાં આવી રહ્યા છે .

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે ગુજરાતમા શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાને કારણે, અનેક શ્રમજીવી પરિવારો સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઈને પગભર બન્યા છે, તેમ જણાવતા ધારાસભ્ય વિજય પટેલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.

Next Story