ડાંગ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કર્મયોગીઓએ લીધા રાષ્ટ્રીય એકતાના શપથ

ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા.

ડાંગ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કર્મયોગીઓએ લીધા રાષ્ટ્રીય એકતાના શપથ
New Update

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના જિલ્લા સ્તરથી લઈને ગ્રામ્ય સ્તર સુધીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રસ્ટા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશ સમસ્તમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા.

તો જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકાર ડો. વિપીન ગર્ગની ઉપસ્થિતિમા જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાના શાખા અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. આહવા ઉપરાંત જિલ્લાના વધઇ અને સુબિર તાલુકા ખાતે પણ મામલતદાર સહિતના અધિકારી, કર્મચારીઓએ શપથ ગ્રહણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજતો કર્યો હતો. વન વિભાગની કચેરી ખાતે પણ નાયબ વન સંરક્ષક સર્વ દિનેશ રબારીની આગેવાની હેઠળ ફોરેસ્ટ ફોર્સએ શપથ લીધા હતા, તો પોલીસના જવાનોએ પણ એકતા દિવસના શપથ લીધા હતા. જિલ્લા અને તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય કક્ષાની કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો, પંચાયતો કક્ષાએ પણ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

#રાષ્ટ્રીય એકતા દિવસ #Dang Collector #DangGujarat #National Unity Day 2022 #31th Cotober #ConnectGujarata #એકતા દિવસની ઉજવણી #Dang #National Unity Day #Unity Day
Here are a few more articles:
Read the Next Article