Connect Gujarat
ગુજરાત

ડાંગ : કોટબા ગામે યોજાયો "સેવાસેતુ કાર્યક્રમ", ગ્રામજનોએ લીધો લાભ...

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ સાતમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે.

ડાંગ : કોટબા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ, ગ્રામજનોએ લીધો લાભ...
X

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ સાતમા તબક્કાના 'સેવા સેતુ' કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે. ગત તા. ૨૨મી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ 'નડગખાદી' ગામેથી કલેકટર ભાવિન પંડ્યાના હસ્તે શુભારંભ કરાયેલા 'સેવા સેતુ' કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ આહવા તાલુકાના 'કોટબા' ગામે યોજાયો હતો.

કોટબા સહિત ગોંડલવિહિર, બોરખેત, ભીસ્યા, ઘુબીટા, ધવલીદોડ અને ધૂડા જેવા આસપાસના ગામોના ૮૦૪૨ ગ્રામજનો માટે સવારના ૯થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ ૧૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કોટબાના 'સેવા સેતુ' કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, ધારાસભ્ય વિજય પટેલ, પંચાયત સદસ્ય ભરત ભોયે સહિત સ્થાનિક સરપંચો, પદાધિકારીઓ, ઉપરાંત ડાંગ કલેક્ટર ભાવિન પંડયા, મામલતદાર ધવલ સંગાડા, તાલુકા વિકાસ અધિકારી રતિલાલ ચૌધરી સહિતના અધિકારીઓ વિગરેએ ઉપસ્થિત રહી, કાર્યક્રમનો હાર્દ્દ સ્પષ્ટ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૧થી તા. ૧લી જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૦, વઘઇમાં ૮, અને સુબીર તાલુકામાં ૮ મળી કુલ ૨૬ 'સેવા સેતુ' કાર્યક્રમો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યા છે. જેનો સંબંધિત ગામોના ગ્રામજનોને મોટાપાયે લાભ લેવાનો અનુરોધ પણ કરાયો છે.

Next Story