Connect Gujarat
ગુજરાત

ડાંગ : ઓવર ટોપિંગને કારણે બંધ થયેલા 10 પૈકી કેટલાક માર્ગો પુનઃ શરૂ થયા, 6 માર્ગો બંધ...

ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘ મહેર રહેતા જિલ્લાના નદી નાળાઓ છલકાઈ જવા પામ્યા હતા.

ડાંગ : ઓવર ટોપિંગને કારણે બંધ થયેલા 10 પૈકી કેટલાક માર્ગો પુનઃ શરૂ થયા, 6 માર્ગો બંધ...
X

ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘ મહેર રહેતા જિલ્લાના નદી નાળાઓ છલકાઈ જવા પામ્યા હતા. તો ઠેર ઠેર અંતરિયાળ વિસ્તારના ગ્રામીણ માર્ગો, અને લો લેવલ કોઝ-વે ઉપર પાણી ફરી વળતા, આજે સવારે 10 વાગ્યાની સ્થિતિએ બંધ કરાયેલા જિલ્લાના 10 માર્ગો પૈકી, વરસાદી પાણી ઓસરતા કેટલાક માર્ગો પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લા થવા પામ્યા છે.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી આ લખાઈ છે ત્યાં સુધી, એટલે કે સાંજના ૪ વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ માત્ર ૮ મી.મી. વરસાદ નોંધાયો છે. વિગતે જોઈએ તો આ ૧૦ કલાક દરમિયાન આહવા ખાતે ૭ મી.મી. (કુલ ૧૧૯૨ મી.મી.), વઘઇ ખાતે ૪ મી.મી. (કુલ ૧૨૧૫ મી.મી.), અને સુબિર ખાતે ૧૩ મી.મી. (કુલ ૯૯૪ મી.મી.) વરસાદ નોંધાતા અહીં સરેરાશ ૮ મી.મી. (મોસમનો કુલ ૧૧૩૩ મી.મી.) વરસાદ નોંધાયો છે. દરમિયાન આહવા-સાપુતારા ઘાટ માર્ગમાં રાત્રી દરમિયાન થયેલા ભૂસ્ખલન બાદ, વહેલી સવારે તંત્રે મલબો હટાવી, આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. બાદ અત્યારે ૪ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના (૧) ખાતળ ફાટકથી ધોડી રોડ, (૨) ધોડવહળ વી.એ.રોડ, (૩) આહેરડી બોરદહાડ રોડ, (૪) માછળી ચીખલા દિવડ્યાવન રોડ-૧ અને ૨, તથા (૫) દગડપાડા પીપલસોંઢા રોડ મળી કુલ ૬ જેટલા માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ રહેવા પામ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ ન કરતા, તંત્ર દ્વારા સૂચવાયેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.

Next Story