ડાંગ : 20 વર્ષની વિકાસ ગાથા વર્ણવવા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો...

વિશ્વાસથી વિકાસ કાર્યક્રમના અધ્યક્ષ વિજય પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા ઉતરોઉત્તર અનેક વિકાસના કામો થયા છે.

New Update
ડાંગ : 20 વર્ષની વિકાસ ગાથા વર્ણવવા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો...

રાજયભરમાં યોજાઈ રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત, આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ ડાંગ દરબાર હોલમાં ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતીમાં અંદાજીત રૂ. 10 કરોડથી વધુના વિકાસ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

વિશ્વાસથી વિકાસ કાર્યક્રમના અધ્યક્ષ વિજય પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા ઉતરોઉત્તર અનેક વિકાસના કામો થયા છે. રાજ્યની સરકાર દ્વારા આજે તમામ પ્રકારની સુવિધાઓ અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવામા આવી રહી છે. અન્ય સમાજની સરખામણીમા આદિવાસી સમાજ વિકાસથી વંચિત ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ આદિવાસીઓ માટે પ્રયત્નોશીલ વિકાસના કાર્યો કર્યા છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમા ઉત્તમ ગુણવત્તા યુક્ત શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. ડાંગ જિલ્લાના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સોલાર પેનલ યુક્ત આશરે 125 કુવાઓની મંજૂરી આપવામા આવેલ છે.

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા આવેલ રોડ રસ્તાઓ સુવસ્થિત કરવામા આવ્યા છે. તેમજ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ધારાસભ્યએ લોકોને અનુરોધ કર્યો હતો. ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થતા વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ રાજ્યભરમા યોજાઈ રહ્યો છે. આ સરકાર દ્વારા લોકોને જીવન ઉપયોગી તમામ યોજનાઓ પુરી પાડવામા આવી રહી છે. બાળક જન્મે અને રોજગારી મેળવે ત્યા સુધી સરકાર દ્વારા અનેક યોજનાઓ આપી છે.

#BeyondJustNews #Connect Gujarat #works #development #Vikas Yatra program #Dang #Gujarat
Latest Stories