/connect-gujarat/media/post_banners/f2e4d73252c4e00b0b7e3176b8cdadf0a37ce7b547c88cbc09e3f7cc1867f39e.jpg)
તમે આત્માઓ વિશે તો સાંભળ્યું જ હશે પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો જિલ્લો કે જયાં લોકો આત્માઓને ગામમાં આવતી રોકવા એક વિશેષ પરંપરા નિભાવતા આવ્યાં છે..
ડાંગ જિલ્લો અફાટ કુદરતી સૌદર્ય ધરાવે છે. પહાડોમાંથી વહેતી નદીઓ અને ઝરણા ડાંગની શોભામાં ઓર અભિવૃધ્ધિ કરે છે. ડાંગ જિલ્લામાં હાલના સમયમાં આહવા, વઘઇ, સુબીર અને સાપુતારા જેવા નગરોને બાદ કરતા અનેક ગામડાઓ હજી વિકાસથી વંચિત રહી ગયાં છે. મોટાભાગના ગામોમાં સ્મશાનભુમિ નહિ હોવાથી લોકો નદી કિનારે ખડક પર ચિતા બનાવી સ્વજનોના અંતિમ સંસ્કાર કરે છે.
જોતા એમ લાગતું હશે કે સ્મશાન સુધી જવા માટેનો પુલ નહિ હોવાથી ડાઘુઓ જીવના જોખમે નદી પાર કરી રહયાં છે. આ વાત સાચી છે પણ એક પરંપરાને પુરી કરવા માટે ડાઘુઓ આમ કરી રહયાં છે. અમે તમને બતાવવા જઇ રહયાં છે ડાંગ જિલ્લામાં ચાલી આવતી અનોખી પરંપરા વિશે. ડાંગ જિલ્લાના લોકોમાં એવી માન્યતા છે કે, અકસ્માત કે અકાળે મૃત્યુ પામેલો સ્વજનની આત્મા ભૂત- પ્રેત બને છે અને જે આત્મા સ્વર્ગમાં જતી નથી અને અહીં જ ભટક્યા કરે છે નદીના પેલે પાર અંતિમ ક્રિયા કરવાથી આત્મા નદી ઓળંગીને ગામમાં પહોંચી શકતી નથી અને તેના સ્વજનોને કોઈપણ પ્રકારની નુકસાન પહોંચાડી શકતી નથી આ જ કારણોસર ડાંગના મોટાભાગના ગામડાઓમાં આ પરંપરા નિભાવવામાં આવે છે.