ડાંગ : ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરાય...

વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

ડાંગ : ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરાય...
New Update

રાજયમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લો જંગલોથી ગીચતા તેમજ જંગલમાં વિવિધ વન્યપ્રાણીઓ તથા પક્ષીઓ વસવાટ કરે છે. આ વર્ષે પણ ડાંગ ઉત્તર વન વિભાગ હેઠળની વિવિધ રેંજો દ્વારા વન્યપ્રાણી સપ્તાહ–૨૦૨૨નું આયોજન ગ્રામ્ય, તાલુકા તેમજ જિલ્લા લેવલે કરવામાં આવેલ છે. જેમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અર્થે બાઈક રેલી ચિત્ર સ્પર્ધા, લોક જાગૃતિ રેલી, વન ગુના અટકાવવા માટે બેનર પ્રદર્શન, ડોક્યુમેન્ટરી મુવી, પ્રશ્નોત્તરી સ્પર્ધા, વન્યજીવો અંગે માર્ગદર્શન, નિંબધ સ્પર્ધા, વન્યપ્રાણી સંલગ્ન ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ સમુદાયને કાયદાકીય જાણકારી આપવી જેવા વગેરે વિવિધ વિષયો પર આયોજન મુજબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમોમા અંદાજિત ૨૨૧૩ જેટલા કર્મચારી/વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે. તથા ડાંગના લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ–૧૯૭૨ અંગેનું માર્ગદર્શન તથા વન્યપ્રાણીના ગુના ન બને તે માટે માહીતગાર કરવા અંગેના ગ્રામ્ય/તાલુકા/જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #celebrated #wildlife #week #North Dang Forest Department
Here are a few more articles:
Read the Next Article