હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત, જામનગરમાં 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

New Update
હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત, જામનગરમાં 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો, આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે, જેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મોત થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Latest Stories