બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોચ્યા હતા. જ્યાં તેઓએ દર્દીઓની મુલાકાત લીધી હતી અને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જયારે આ બનાવને પગલે રાજ્યસરકાર દ્વારા મોતને ભેટેલા અને સારવારમાં રહેલા લોકોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને ઈશુદન ગઢવી સાથે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે ઝેરી દારૂકાંડની ઘટનામાં ભોગ બનેલા લોકોની ખબર અંતર પૂછવા આવી પહોચ્યા હતા. જ્યાં તેમણે સર.ટી.હોસ્પીટલમાં દાખલ ઝેરી દારૂકાંડના દર્દીઓની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે રાજ્યમાં નશા બંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું જે વેચાણ થઇ રહ્યું છે જે બાબત ગંભીર છે. જયારે આ ઘટનામાં મોતને ભેટનાર અને હાલ જે સારવાર લઇ રહ્યા છે તે તમામ ને રાજ્યસરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. જયારે પોતાની સરકાર ગુજરાતમાં બને તો દારૂના દુષણને ડામી દેવાની વાત કહી હતી.