Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ભાજપના 5 MLA અને 1 સાંસદ હોવા છતાં જિલ્લામાં વિકાસ સદંતર નિષ્ફળ : સંદીપ પાઠક

X

AAPના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ભરૂચની મુલાકાતે

સંદીપ પાઠક સર્કિટ હાઉસ-ઝાડેશ્વરમાં આવી પહોચ્યા

AAPના આગેવાનો, હોદેદારો-કાર્યકરો સાથે યોજી બેઠક

ભાજપ એનને કોંગ્રેસ પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર

કહ્યું : ભાજપની સરકારમાં જિલ્લાનો વિકાસ નિષ્ફળ

AAPના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક ભરૂચ સર્કિટ હાઉસ ખાતે આવી પહોચતા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની મુલાકાત કરી બેઠક હતી. જેમાં ભાજપના 5 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં ભાજપ સરકાર ભરૂચ જિલ્લામાં વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેઓએ ગુજરાત તેમજ રાષ્ટ્રીય સ્તરે ઈન્ડીયા ગઠબંધન અંગે જણાવ્યું હતું કે, AAP દ્વારા વોટ શેર અને ભાજપને હરાવી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ભરૂચ બેઠક પર AAPના ચૈતર વસાવાની ઉમેદવારી અને કોંગ્રેસના મુમતાઝ પટેલના નિવેદન અંગે જણાવ્યું હતું કે, ભરૂચ બેઠક પર સ્વ. અહેમદભાઈ પટેલ 40 વર્ષ પહેલાં જીત્યા હતા, ત્યારે ઇમોશનલી આ બેઠક ચૈતર વસાવા માટે છે. જેઓને સમગ્ર આદિવાસી સમાજનું સમર્થન છે. જોકે, તેઓએ આ મુદ્દે કોંગ્રેસ સાથે વાત કરી સમજાવી શકાશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આપના નેતા ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story