/connect-gujarat/media/post_banners/caa15c79c20919f6051b8a441e062cedbbf5ee161477441bc682fc35c3acba1f.jpg)
ગુજરાતના દરિયા માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે.LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ્સ કૌભાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાઓથી ગુજરાત પોલીસ ખૂણે ખૂણેથી ડ્રગ્સ માફિયાઓને શોધવા સારી કામગીરી કરી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ છે. જોકે, કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું હોવાનું અનુમાન છે. જેની કિંમત 350 કરોડની આસપાસનું હોવાનું મનાય છે.
ડ્રગ્સ મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો પર્દાફાશ છે. તેમણે આ કામગીરી કરનારા પોલીસને અભિનંદન આપ્યા હતાં. પોલીસે માત્ર 3 દિવસ માંજ મહત્વની કામગીરી કરી છે.તેમણે કહ્યું હતું કે ખૂણે ખૂણેથી ડ્રગ્સના માફિયાઓને શોધવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોને પકડી પાડ્યાં છે. બે મહિનાના સમયગાળામાં જ પોલીસે આ મુદ્દે ગંભીર કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, 55 દિવસમાં 245 કરોડથી વધુની રકમનો 5756 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે