/connect-gujarat/media/post_banners/49012182a170fbd7f87ef21dee9fa52f9fc135ed76993a73e505366b3669097f.jpg)
સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની સાથે ભગવાનના દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારિકાધીશનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારિકાધીશના જગત મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌનું આરોગ્ય સહિત સુખાકારી સચવાય રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના સાથે ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણીએ પણ ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.