દેવભૂમિ દ્વારકા : વીજ ટાવર ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના ઘટતા દુર્ઘટનામાં વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં

New Update

બજાણા ગામે ખાનગી કંપની દ્વારા ચાલતી કામગીરી

હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન દુર્ઘટના

વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં

અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતે 3 શ્રમિકોના મોત નોંધી પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે ચાલી રહેલી હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસારદ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે સિમ વિસ્તારમાં વિન્સોલ કંપની દ્વારા હાઇટેન્શન વીજ લાઇનની કરવામાં આવી રહી છેત્યારે આજરોજ બપોરના સુમારે કેટલાક શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ઇજાગ્રસ્ત અન્ય શ્રમિકોને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ગંભીર રીતે ઘાયલ વધુ એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આમઆ ઘટનામાં મૃત્યુઆંક 3 પર પહોચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેકામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર અચાનક નીચે પડતાં અકસ્માતે 23 વર્ષીય પુરિમલ મારડી24 વર્ષીય નિસ્તર રુલ અને 25 વર્ષીય તન્મય મુરમુ નામના શ્રમિકોનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે. તો બીજી તરફપોલીસે પણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories