Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા: કુખ્યાત ગુનેગાર રમજાન હાજીગનીની બિનઅધિકૃત મિલકત તોડી પાડવામાં આવી

અગાઉ જખોમાં પકડાયેલ ડ્રગ્સ બાબતે પકડાયેલ રમઝાન હાજી ગની હાલ જેલવાસ ભોગવી રહ્યો છે

દેવભૂમિ દ્વારકા: કુખ્યાત ગુનેગાર રમજાન હાજીગનીની બિનઅધિકૃત મિલકત તોડી પાડવામાં આવી
X

પ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના દરિયા કાંઠે તંત્રના મેગા ઓપરેશનમાં જિલ્લા કલેક્ટર, રાજકોટ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સહિત એક હજાર સુરક્ષા જવાનો તૈનાત કરી ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. દેશભરમાં ત્રાસવાદ અને ડ્રગ્સ માફિયાનો સફાયો કરવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત બેટ દ્વારકાના બાલાપરમાં ગેરકાયદેસર બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળોએ દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના મળેલા ઇન્પુટ સાથે તંત્ર દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરી ધાર્મિક સ્થળોનો જમીનદોસ્ત કરી ધાર્મિક સ્થળના વડાઓને પ્રતિબંધીત પીએફઆઇ સાથેના કનેક્શન હોવાની શંકા સાથે અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે યાત્રાધામ દ્વારકામાં કુખ્યાત ગુનેગાર એવા રમજાન હાજીગનીની બિન અધિકૃત મિલકત તોડી પાડવામાં આવી હતી.અગાઉ જખોમાં પકડાયેલ ડ્રગ્સ બાબતે પકડાયેલ રમઝાન હાજી ગની હાલ જેલવાસ ભોગવી રહ્યો છે.તંત્ર દ્વારા કુખ્યાત રમજાન હાજીગનીનું બેટ દ્વારકા પાંજપીર વિસ્તારમાં આવેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું.મોટા પોલીસ કાફલા અને મહેસુલી ટીમ સાથે કામગીરી કરવામાં આવી હતી જેના પગલે અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

Next Story