દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રના 61 તાલુકામાં 15 લાખ લોકોને ધાર્મિક પરંપરા સાથે જોડવાનો પ્રયાસ કરાશે : ડો. પ્રવીણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રના 61 તાલુકાઓમાં એક વ્યાપક ધાર્મિક અને સાંસ્કૃતિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

New Update
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળનું આયોજન

  • સૌરાષ્ટ્રના 61 જેટલા તાલુકામાં વિશેષ અભિયાન હાથ ધરાશે

  • વ્યાપક ધાર્મિક સહિત સાંસ્કૃતિક અભિયાનનું આયોજન કરાયું

  • કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

  • AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ ખાસ મુલાકાત લીધી 

સૌરાષ્ટ્રના 61 તાલુકાઓમાં વ્યાપક ધાર્મિક અને સાંસ્કૃતિક અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રના 61 તાલુકાઓમાં એક વ્યાપક ધાર્મિક અને સાંસ્કૃતિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આશય સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. જેમાં પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ અને સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણની આગેવાની હેઠળ ચાલી રહેલા આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્યધાર્મિક ચેતના અને સામાજિક એકતા વધારવાનો છે.

આ અભિયાન અંતર્ગત ગણેશ ઉત્સવ દરમિયાન ચિત્રકામ સ્પર્ધાઓનવરાત્રિમાં કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સંગઠનનો મુખ્ય લક્ષ્યાંક દશેરાના દિવસે દરેક ઘરમાં શસ્ત્ર પૂજન કરાવવાનો છે. આ માટે સૌરાષ્ટ્રમાં 5 હજારથી વધુ સ્થળોએ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજી 15થી 20 લાખ લોકોને આ ધાર્મિક પરંપરા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Latest Stories