દેવભૂમી દ્વારકા: ઓખાના દરિયામાંથી રૂ.300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીની ધરપકડ

ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે.

New Update
દેવભૂમી દ્વારકા: ઓખાના દરિયામાંથી રૂ.300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે 40 કિલો હેરોઈન અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ પકડાવવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. દ્વારકાના દરિયામાંથી આશરે 300 કરોડની કિંમતના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વખતે પણ હથિયારો અને હેરોઈનની હેરાફેરીને રોકવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પુછપરછ શરૂ કરાઈ છે. તેમની પાસેથી પિસ્ટલ કારતૂસ મળ્યા હોવાની પણ વિગતો પણ બહાર આવી છે

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories