દેવભૂમિ દ્વારકા:PMના આગમન પૂર્વે શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધાનું આયોજન

PM મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે ત્યારે PMના આગમન પહેલા દ્વારકામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી

New Update
દેવભૂમિ દ્વારકા:PMના આગમન પૂર્વે શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધાનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે ત્યારે PMના આગમન પહેલા દ્વારકામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે. વડાપ્રધાનના આગમન પહેલા જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દ્વારકા નગરપાલિકા વિસ્તારની ૧૭ જેટલી પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો.વડાપ્રધાન દ્વારા ઓખાથી બેટ દ્વારકાને જોડતા સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે સાથે અન્ય પ્રકલ્પો પણ ખુલ્લા મુકાશે

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.