/connect-gujarat/media/post_banners/3d60234f59fe46818887954c18d767b15828d7ae6fb3a30fcfb7a4da2d8cdf2f.jpg)
PM મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે
PMના આગમન પહેલા દ્વારકામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ
ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધા યોજાઈ
૧૭ પ્રાથમિક શાળાના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો
વડાપ્રધાનના આગમનના પગલે ઉત્સાહનો માહોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે ત્યારે PMના આગમન પહેલા દ્વારકામાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે. વડાપ્રધાનના આગમન પહેલા જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દ્વારકા નગરપાલિકા વિસ્તારની ૧૭ જેટલી પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો.વડાપ્રધાન દ્વારા ઓખાથી બેટ દ્વારકાને જોડતા સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે સાથે અન્ય પ્રકલ્પો પણ ખુલ્લા મુકાશે