Connect Gujarat
ગુજરાત

DGPના પરિપત્રથી પોલીસ અધિકારીઓમાં હડકંપ: IPS મનગમતા અધિકારીઓની બદલી પોતાની સાથે નહીં કરાવી શકે

કોઈ પણ ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીની જ્યારે પણ વહીવટીય સરળતા ખાતર બદલી થાય છે

DGPના પરિપત્રથી પોલીસ અધિકારીઓમાં હડકંપ: IPS મનગમતા અધિકારીઓની બદલી પોતાની સાથે નહીં કરાવી શકે
X

કોઈ પણ ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીની જ્યારે પણ વહીવટીય સરળતા ખાતર બદલી થાય છે ત્યાર બાદ પોતાના પસંદીતા પી આઈ કે પીએસઆઈ કે જે અગાઉ તેમની સાથે કામગીરી કરી ચૂક્યા છે, તેમની પણ બદલી પોતાની પાસે કરાવે છે. આ જ પ્રકારે પોતાની અંગત ભલામણ કે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ અપનાવી ઉપરી અધિકારીઓ પાસે લેખિત ભલામણ કરાતી હોવાના અનેક કિસ્સા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ને ધ્યાને આવ્યા છે ત્યારે તેમણે એક પરિપત્ર કર્યો છે જેમાં આ પ્રકારની ગતિવિધી રોકવા માટેના કડક પ્રયાસો હાથ ધરાયા છે. બદલી માટે અલગ અલગ અરજી થાય તેમાં ઉપરી અધિકારીઓ પણ કરતાં હોય છે. પીઆઈ - પીએસઆઈ પણ કરતાં હોય છે. ચકાસણી કરી તો જોવા મળ્યું કે જ્યાં નોકરી કરી છે ત્યાં પરત જવા, જ્યાં નોકરી કરી હોય તે અધિકારીની પણ માંગણી કરવામાં આવે છે. એટલે આ બાબતને પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં. દરેક અધિકારીને દરેક જગ્યાએ કામ કરવાની તક મળે અને એક જ અધિકારી સાથે કામ કરવું એમ નથી હોતું. સારા અધિકારી હોય તો દરેક જગ્યાએ કામ કરી શકે. વહીવટીય દ્રષ્ટિએ દરેકને દરેક જગ્યાએ તક મળે તે હેતુ છે તેમ ડીજીપી વિકાસ સહાયે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. તારીખ 2 જૂન, 2023ના રોજ ડીજીપી વિકાસ સહાયની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્ય પોલીસ દળમાં ચોક્કસ પીઆઈ અને પીએસઆઇની ઉપરી અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવે છે અને આવી રજૂઆતની ચકાસણી કરતાં કેટલાક કિસ્સાઓમાં કચેરીના વડા દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીઓને તેના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવે છે. આ પ્રકારની માંગણી યોગ્ય ન હોઈ આવી રજૂઆતોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે.

Next Story