-
સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ સંસ્થા દ્વારા આયોજન
-
સ્વાસ્થ્યનો સહારો ધર્મજીવન હોસ્પિટલનું નિર્માણ કરાયું
-
ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું
-
કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી, સાંસદ વિશેષ ઉપસ્થિત રહ્યા
-
લેટરકાંડ મુદ્દે રાજકીય નેતાઓએ નિવેદન આપવાનું ટાળ્યું
અમરેલી શહેરમાં નિર્માણ પામેલ લોકોના સ્વાસ્થ્યનો સહારો એવી ધર્મજીવન હોસ્પિટલનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા 'સ્વાસ્થ્યનો સહારો ધર્મજીવન હોસ્પિટલ'નું લોકાર્પણ કરવામાં આવ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 100 બેડની આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે.
આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, સ્ત્રીરોગ અને પ્રસૂતિ, બાળરોગ, દંત વિભાગ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી અને મેડિકલ સ્ટોર જેવી સુવિધાઓ દર્દીઓને રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા, રાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલા, લાઠી ધારાસભ્ય જનક તળાવિયા જેવા ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા અમરેલી લેટરકાંડ મુદ્દે તમામ નેતાઓએ રાજકીય નિવેદનોથી દૂર રહી મૌન જાળવ્યું હતું.