રાજ્ય સરકારના કર્મચારીઓનું દિવાળી વેકેશન જાહેર,ચાર દિવસ મળશે રજા

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

New Update
Diwali-Holiday

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસારકેલેન્ડર વર્ષ2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજાતા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતીપરંતુ તે દિવસે પણ રજા જાહેર કરાઈ છે.

જોકેદિવાળી પર્વમાં સરકારી કર્મચારીઓ,અધિકારીઓ તહેવારો માણી શકે તે હેતુથી તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે અને તેના બદલામાં9-11-2024 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.