ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTUને રજુઆત

New Update

 ડોક્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓને મેરીટ બેસ પ્રોગ્રેશન આપવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, તારીખ 8 જુનના રોજ NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમાં આવતા GTUના રજીસ્ટાર ડો. કે.એન. ખેર સાથે રજુઆત કરાવાતા ૯ જુનના રોજ GTU તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે મેહુલ પંચાલે આ વિદ્યાર્થીઓ માટે GTU સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ડોક્ટર ઓફ ફામૅસીની તમામ કોલેજના વિદ્યાર્થીઓને એક કરી આંદોલન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના આંદોલન અંતગર્ત તારીખ ૧૧ જુનના રોજ તમામ વિદ્યાર્થીઓ દ્ધારા GTUને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ GTU સાથે કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું જે કોઈ કારણસર રદ્દ રહ્યું હતું. તેથી આજે મેહુલની સુચનાથી આ આંદોલનના SAL કોલેજના રીપ્રેસટેટીવ વિશાલ પટેલને જવાબદારી સોંપી GTUના રજીસ્ટાર સાથે રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી. જેમાં સરકારની સુચનાથી આ પરીક્ષામાં મેરીટ બેઝ પ્રોગ્રેસન ન મળી શકતુ હોવાથી આ પરીક્ષાના સમય અને માધ્યમને લઈને ચર્ચા કરવામાં આવી.

Latest Stories