આણંદને આગવી ઓળખ અપાવનાર ડો. વર્ગીસ કુરિયનના આજે 100માં જન્મદિવસની ઉજવણી, કેન્દ્રિય મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

આણંદ સ્થિત NDDB કેમ્પસના આઈ.કે.પટેલ ઓડિટોરિયમ ખાતે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની કેન્દ્રિય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

વિશ્વભરમાં શ્વેતક્રાંતિ લાવનાર તેમજ આણંદ શહેરને આગવી ઓળખ અપાવનાર ડો. વર્ગીસ કુરિયનની આજે 100માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ઉપક્રમે શહેરના NDDB કેમ્પસ સ્થિત આઈ.કે.પટેલ ઓડિટોરિયમ ખાતે અમૂલ સહિત જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરીના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ વોકેથોન બાદ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યકક્ષાના કેન્દ્રિય મંત્રી પુરષોતમ રૂપાલા, ડો. સંજીવકુમાર બાલિયાન અને ડો. એલ. મુરુગનના હસ્તે મિલકો બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવાય હતી.

Latest Stories