Connect Gujarat
ગુજરાત

જાનૈયાઓનો વેશ ધારણ કરી દાહોદ LCB પોલીસે DJમાં નાચતા નાચતા કરી મોસ્ટવોન્ટેડ બુટલેગરની ધરપકડ...

ગુજરાત રાજ્ય પોલીસ વડાની ટોપ લિસ્ટમાં બુટલેગરોની યાદીમાં સમાવેશ મધ્યપ્રદેશનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર કે, જે દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં દારૂ પહોંચાડતો હતો,

X

ગુજરાત પોલીસને હંફાવતો અને રાજ્ય પોલીસ વડાની ટોપ લિસ્ટમાં મોસ્ટવોન્ટેડ બુટલેગર પીદીયા રતના સંગાડાને દાહોદ LCB પોલીસે જાનૈયાઓનો વેશ ધારણ કરી ગોવાળી પતરા ગામેથી ઝડપી પાડ્યો હતો.

ગુજરાત રાજ્ય પોલીસ વડાની ટોપ લિસ્ટમાં બુટલેગરોની યાદીમાં સમાવેશ મધ્યપ્રદેશનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર કે, જે દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં દારૂ પહોંચાડતો હતો, અને છેલ્લા કેટલાય વર્ષોથી દાહોદ પોલીસને હંફાવતો હતો. દાહોદ પોલીસે અનેકવાર તેને પકડવાના પ્રયાસ કર્યા, પરંતુ ગામના લોકોનો સહારો લઈ તેણે પોલીસ પર કેટલીક વાર હુમલા પણ કર્યા છે. તેવા મોસ્ટ વોન્ટેડ બુટલેગરને દાહોદ LCB પોલીસે મેઘનગરના ગોવાળી પતરા ગામેથી વેશપલટો કરી ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના મેઘનગરના ગોવાળી પતરા ગામે રહેતો પીદીયા રતના સંગાડા છેલ્લા 12 વર્ષથી દારૂનો વેપલો કરતો હતો. જે મોટાપાયે દાહોદના બુટલેગરોને દારૂ પહોંચાડવામાં સક્ષમ હતો. તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ તે દારૂ પહોંચાડતો હતો. ગુજરાતના દાહોદ, મહીસાગર, વડોદરા અને પંચમહાલ જેવા પોલીસ મથકોમાં તેની સામે પ્રોહીબિશનના અઢળક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં 130 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી તે પોલીસને હંફાવતો હતો. રાજ્ય પોલીસવડાની 24 બુટલેગરોની યાદીમાં ટોપ લિસ્ટમાં જાહેર થયેલ બુટલેગરને LCB પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો છે. પીદીયા રતના સંગાડા ગોવાળી પતરા ગામના આળ તલાઈ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો હોવાની LCB પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે LCB પોલીસ તેમજ અન્ય પોલીસના જવાનોએ જાનૈયાઓનો વેશ ધારણ કરી ડીજેના તાલે નાચતા ગાતા લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતા. અને પીદીયા રતના સંગાડાને ઝડપી લેવાયો હતો. જોકે, હાલતો પોલીસ રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાંથી તેના આચરેલા પ્રોહીબીશનના ગુનાઓની માહિતી મેળવી રહી છે, ત્યારે હજુ પણ વધુ પ્રોહીબીશનના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવનાઓ છે.

Next Story