રાજ્યમાં લા નીનોની અસરના પગલે ચોમાસુ લાબું ખેંચાશે, વરસાદનો અંતિમ રાઉન્ડ બાકી !

Featured | સમાચાર, ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી

author-image
By Connect Gujarat Desk
New Update
rain22
ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.22 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગુજરાત પરથી 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું વિધિવત રીતે પૂર્ણ થવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને પગલે ચોમાસુ લાંબુ ખેંચાઈ શકે છે. તેવામાં હજુ પણ એક અને અંતિમ વરસાદી રાઉન્ડ બાકી છે, 
Latest Stories