બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ભાવનગરના અલંગ વિસ્તરમાં ભારે પવન ફૂંકાયો...

બિપરજોય ચક્રવાત હાલ ગુજરાતના દરિયા નજીક પહોંચી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ભાવનગરના અલંગ વિસ્તરમાં ભારે પવન ફૂંકાયો...
New Update

બિપરજોય ચક્રવાત હાલ ગુજરાતના દરિયા નજીક પહોંચી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં હાલ તો આ ચક્રવાતની બહુ ગંભીર નહિ થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. પરંતુ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના વિવિધ જીલ્લામાં પવનની ગતિ 50થી 60 કિમિની રહી શકે છે. હજુ આવતીકાલે ચક્રવાતની વધુ અસર દેખાય તેવું લાગી રહ્યું છે. છતાં ભાવનગરના દરિયા કિનારે તેની અસરો જોવા મળી રહી છે. અલંગ ખાતે આજે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાઈટાઇડ સમયે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ હાઈટાઇડનો સમય પૂરો થઈ ગયા બાદ હવે બીપોરજોયની અસરના પગલે આજે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ દરિયામાં 8 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. પરંતુ અલંગના પ્લોટની દીવાલો સાથે મોજા અથડાઈને 15 ફૂટ સુધી ઉછળી પ્લોટમાં ઘુસી રહ્યા છે. બિપરજોયના પગલે અલંગમાં તમામ પ્લોટમાં કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે. તંત્રની પણ ખાસ નજર અલંગ પર રહેલી છે. જેમાં જરૂર પડે અહીં વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરોને અન્યત્ર સ્થળાંતર કરાવવું પડે તેની પણ તંત્રએ તૈયારી કરી છે. હજુ સાંજે દરીયામાં વધુ મોજા ઉછળી શકે છે, અને સ્થિતિ જોતા પવન સાથે વરસાદ પણ પડી શકે છે. હાલ દરિયામાં વધતા કરંટ અને પવનની ગતિના કારણે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે તંત્ર બીપોરજોયની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર બેઠું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Bhavnagar #impact #Cyclone Biparjoy #heavy winds
Here are a few more articles:
Read the Next Article