જુનાગઢ : તબીબની બેદરકારીથી મહિલા દર્દીની બન્ને કિડની ફેલ, પરિવારજનોએ કર્યો ગંભીર આક્ષેપ..!

જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પ્ટિલનો મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. દર્દીના પતિએ તબીબની બેદરકારીથી તેમના પત્નીની બન્ને કિડની ફેલ થઇ હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

New Update

જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પ્ટિલનો મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. દર્દીના પતિએ તબીબની બેદરકારીથી તેમના પત્નીની બન્ને કિડની ફેલ થઇ હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જુનાગઢના રહેવાશી આકાશ મિયાત્રાએ હેલ્થ પ્લસ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કેતેમના પત્નીની પ્રસુતાની સારવાર દરમિયાન તેણીની બન્ને કિડની ફેલ થઇ હતીઅને હાલ તે ડાયાલીસીસ પર છે. તેમજહોસ્પિટલમાં અગાઉ 2 મહિલાના મોત થયા હોય અને અન્ય 3 મહિલાની કિડની ફેલ થવા પાછળ તબીબની બેદરકારી જવાબદાર હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તેવામાં ગંભીર આક્ષેપ સાથે મૃતક મહિલા દર્દીના પતિ આકાશ મિયાત્રાએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Latest Stories