દ્વારકામાં તંત્રની બુલડોઝર કાર્યવાહી
સરકારી જમીન પરના દબાણો કરાયા દુર
5,750 ચો.મી.સરકારી જમીન કરાઈ ખુલ્લી
3.15 કરોડની જમણી પરના દબાણો તોડી પાડ્યા
તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ
દ્વારકામાં દબાણો પર બુલડોઝરની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી.આ ડિમોલિશન ડ્રાઈવ ચરકલાથી દ્વારકા જતા રસ્તા પર સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે કરવામાં આવી રહી હતી.અત્યાર સુધીમાં, પાંચ ગેરકાયદેસર હોમસ્ટે સહિત વિવિધ ભવનોને તોડી પાડવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં લગભગ 5,750 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 3.15 કરોડ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગેરકાયદેસર રીતે ધમધમતા અન્ય ભવનો પર પણ ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે.