દ્વારકા : જન્માષ્ટમી પ્રસંગે ભેજાબાજોની કરતૂત, ઘરે બેઠા માખણ ચડાવવાના નામે રૂ.201 પડાવતી નકલી વેબસાઈટથી સાવધાન

દ્વારકામાં જન્માષ્ટમી પહેલા ભક્તોને છેતરવાનો એક નવો કિમીયો સામે આવ્યો છે. જેમાં લોકોને ઘરે બેઠા 201 રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે.

New Update
  • દ્વારકા જગતમંદિરે જન્માષ્ટમીનો થનગનાટ

  • ભેજાબાજ તત્વોનો વેબસાઈટનો કિમીયો

  • ઓનલાઇન માખણ ચડાવવાના નામે છેતરપિંડી

  • મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સતર્ક રહેવા કરી અપીલ

  • મંદિરની આવી કોઈ જ વેબસાઈટ ન હોવાનું જણાવ્યું  

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના પાવન અવસરે ભેજાબાજોએ ભક્તોને છેતરવાનો કિમીયો અપનાવ્યો છે.ઘરે બેઠા માખણ ચડાવવાના નામે 201 રૂપિયા પડાવતી નકલી વેબસાઇટનો વીડિયો વાયરલ થતા મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને સતર્ક રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

દ્વારકામાં જન્માષ્ટમી પહેલા ભક્તોને છેતરવાનો એક નવો કિમીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો વીડિયો વાયરલ થયો છેજેમાં લોકોને ઘરે બેઠા 201 રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ પ્રકારની છેતરપિંડી પહેલા પણ થઈ ચૂકી છેજેમાં આવી જ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા 500 રૂપિયા લઈને દર્શન કરાવવાનો દાવો કરવામાં આવતો હતો. આ વાયરલ વીડિયો ફરી એકવાર ભક્તો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. ભક્તોએ આવી છેતરપિંડીથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. દ્વારકાધીશના દર્શન કે પૂજા માટે કોઈ પણ પ્રકારના ઓનલાઇન પૈસા કે શુલ્ક ચૂકવવાની જરૂર હોતી નથી.કોઈ પણ અજાણી વેબસાઈટ કે એપ્લિકેશન પર પોતાની અંગત માહિતી કે પૈસા આપતા પહેલાં તેની ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે.

Latest Stories