ઓખામાં બોટ રજિસ્ટ્રેશન કૌભાંડનો મામલો
એસઓજી પોલીસે કરી કાર્યવાહી
બે મુખ્ય સહિત 11 આરોપીની ધરપકડ
ખોટા સોગંદનામા બનાવી આચર્યું કૌભાંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા.
મુખ્ય આરોપીઓમાં શાફીન સબીરભાઈ ભટ્ટી જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે,અને સુનિલ મનસુખભાઈ નિમાવત જે રામદૂત ઝેરોક્ષના માલિક છે, તેમનો સમાવેશ થાય છે.આમ મુખ્ય બે આરોપીઓ સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે.
આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ કૌભાંડની કુલ રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ સુધી પહોંચી છે.