દ્વારકા : નાના વેપારીઓએ તંત્ર સામે ચઢાવી બાયો,SDM  કચેરી બહાર પ્રતીક ઉપવાસ પર બેઠા,કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા

New Update
  • દ્વારકામાં નાના વેપારીઓએ માંડ્યો મોરચો

  • લારી જિલ્લા સીલ કરવામાં આવતા વિરોધ

  • SDM કચેરી બહાર વેપારીઓના પ્રતીક ઉપવાસ

  • કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

  • માલધારી ઉંટ સાથે જોડાયા આંદોલનમાં

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.લારી-ગલ્લા સીલ થતાSDM કચેરીએ પ્રતીક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.જેને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ પણ સમર્થન આપ્યું છે.

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી-ગલ્લા અને પાથરણાના નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ અન્યાયના વિરોધમાં આજે દ્વારકાના નાના વેપારીઓSDM કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.

પાલ આંબલિયાએ ખુલ્લેઆમ દારૂના વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે,દારૂ વેચવાની છૂટ છે પણ છાશ વેચવાની મનાઈ છે,જે સ્થાનિક તંત્રની ભેદભાવભરી નીતિ દર્શાવે છે. તેમણે ભાજપના નેતાઓની હોટલો સામે કાર્યવાહી ન થવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપવાસ આંદોલનમાં ઉંટ ચલાવતા માલધારીઓ પણ તેમના ઉંટ સાથે જોડાયા છે.

Latest Stories