દ્વારકાના વસઈમાં એરપોર્ટ માટે સર્વેની કામગીરી
ખેડૂતોની જમીન પણ એરપોર્ટમાં આવતા વિરોધ
ખેડૂતોએ સર્વેની કામગીરીનો નોંધાવ્યો ઉગ્ર વિરોધ
મહામૂલી જમીન કોઈપણ કિંમતે નહીં આપે ખેડૂત
પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને કર્યો વિરોધ
દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે સમગ્ર દેશ સાથે જોડવા માટે સરકાર દ્વારા વસઈ ગામે એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે.જે અંગેના સર્વેનું કામ શરૂ થતા ખેડૂતોની જમીન એરપોર્ટમાં સમાવિષ્ટ સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે સમગ્ર દેશ સાથે જોડવા માટે દ્વારકા નજીક વસઈ ગામે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે.ત્યારે એરપોર્ટ સર્વે માટેનું કામ ચાલુ થતા વસઈ ગામના ખેડૂતોની જમીન એરપોર્ટમાં આવી જતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા 400 એકર જેટલી જમીનનું સંપાદન કરવામાં આવશે તો અમારા બાપ દાદાની આજીવિકા ચલાવતી જમીન આજે અમારી પણ આજીવિકાનું સાધન છે.અમારી જમીન કોઈ પણ કિંમતે એરપોર્ટમાં આપવીએ અમને પોસાય તેમ નથી કારણ કે અમારી જમીન ફળદ્રુપ અને ઉપજાવ છે.
સમગ્ર દ્વારકા તાલુકાના 50 ટકા શાકભાજી ઉત્પાદન વસઈ ગામ કરે છે અને તેનાથી અમારું ગુજરાન ચાલે છે.તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જમીન સંપાદિત કરવી ન પડે એ રીતે એરપોર્ટ બને અથવા અન્ય કોઈ ગામમાં એરપોર્ટ બનાવવામાં આવે આ માંગ સાથે 100 જેટલા ખેડૂતો દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો.