Connect Gujarat
ગુજરાત

ભૂકંપે' ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજાવી, ભચાઉથી 21 કિમી દૂર નોંધાયો 3.5 તીવ્રતાનો આંચકો...

રિક્ટર સ્કેલ પર 3.5 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. જોકે, ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો

ભૂકંપે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજાવી, ભચાઉથી 21 કિમી દૂર નોંધાયો 3.5 તીવ્રતાનો આંચકો...
X

કચ્છ જિલ્લામાં આજે ફરીએક વાર ઠંડીના માહોલ વચ્ચે ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, આજે સાંજે 6:44 મિનિટે ફરીએક વાર કચ્છ જિલ્લાના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં રિક્ટર સ્કેલ પર 3.5 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. જોકે, ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ ભૂકંપનુ કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિલોમિટર દૂર હોવાનું પણ નોંધાયું છે, ત્યારે અવાર-નવાર આવતા ભૂકંપના આંચકાએ આજે 3.5ની તીવ્રતા સાથે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજાવી છે.

Next Story