Connect Gujarat
ગુજરાત

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિકટલ સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા....

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો.

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિકટલ સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા....
X

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. મહત્વનું છે કે, ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ તો ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. કચ્છમાં આ અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ 21 નવેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છના ધોળાવીરા નજીક 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિગતો મુજબ સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.

Next Story